મોરબી મહાનગરપાલિકામાં ટીકીટ નહિ મળતા ભાજપના પૂર્વ કાઉન્સીલરે અપક્ષ ઉમેદવારી કરી
ત્રણ વખત ચુંટણી લડ્યા હોવાથી ભાજપમાંથી ટીકીટ નહિ મળતા બળવો




મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદથી અસંતોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે અગાઉ વોર્ડ નં ૦૮ અને વોર્ડ નં ૦૩ માં સ્થાનિક ઉમેદવારોને ટીકીટની માંગ સાથે વિરોધ જોવા મળ્યો હતો તો હવે પૂર્વ કાઉન્સીલરને ટીકીટ નહિ મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે
મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર નરેન્દ્રભાઈ પરમારે પાર્ટી વિરુદ્ધ બળવો કરતા આજે વોર્ડ નં ૦૯ માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે ગત ચુંટણીમાં તેઓ નગરપાલિકામાં ભાજપ પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા પરંતુ આ વખતે ટીકીટ નહિ મળવાના સંકેતો મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જે અંગે નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે તેઓ ત્રણ વખત ચુંટણી લડી ચુક્યા હોવાથી પક્ષમથી ટીકીટ નહિ મળે તેવું લાગતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે