


ધોરણ ૧૦ ની પરીક્ષાના પરિણામો જાહેર થઇ ચુક્યા છે ત્યારે મોરબીની નવજીવન વિધાલયનું પરિણામ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રેષ્ઠ જોવા મળી રહ્યું છે. શાળાનું પરિણામ ૯૫.૧૨ ટકા જેટલું શ્રેષ્ઠ રહેતા ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.
મોરબીની નવજીવન વિદ્યાલયનું એસએસસી ૨૦૧૮ નું ૯૫.૧૨ ટકા પરિણામ આવ્યું છે જેમાં શાળાના વિદ્યાર્થી ચૌધરી જીજ્ઞેશ શ્રવણભાઈ ૬૦૦ માંથી ૫૧૭ ગુણ મેળવીને ૯૭.૯૬ પીઆર સાથે શાળા પ્રથમ, દ્વિતીય સ્થાને ભટ્ટી દ્રષ્ટ્રી અજયભાઈ ૬૦૦ માંથી ૫૦૮ ગુણ મેળવીને ૯૭.૩૭ પીઆર તેમજ તૃતીય સ્થાને હિરાણી માનસી હસમુખભાઈ ૬૦૦ માંથી ૪૯૮ ગુણ મેળવીને ૯૬.૬૧ પીઆર મેળવ્યા છે. વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ સ્કૂલના ટ્રસ્ટી અતુલ પાડલીયાએ અભિનંદન પાઠવ્યા છે

