મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૯ ઇસમો ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૯ ઇસમો ઝડપાયા છે.

મોરબીમાં આરોપી સીદીકભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા લુહાણાપરા દાણાપીઠ મા પાણીના ટાંકા પાસે રૂપિયા ૧૮૦ની કિમતના ૯ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી અબ્દુલ મહમદહનીફ કટીયા લક્ષ્મીનગર ગામની સીમમાં રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી સમસુદીન અકબરભાઇ પઠાણ જાંબુડીયા પાવર હાઉસ માટીના ઢગલા પાસે રૂપિયા ૩૬૦ની કિમતના ૧૮ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી રાજુભાઇ બોઘાભાઇ મલ મોરબી-કંડલા બાયપાસ પંચાસર ચોકડી પાસે રોડ ઉપર રૂપિયા ૨૨૦ ની કિમતના ૧૧ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી શારદાબેન સવસીભાઇ સનુરા ત્રાજપર ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી હસમુખભાઇ લાભુભાઇ કગથરા મોરબી-વેજીટેબલ રોડ, લાભનગરની સામે વાડી વિસ્તારમાં રૂપિયા ૨૨૦ ની કિમતના ૧૧ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી શરીફાબેન ઉર્ફ સગુબેન બાબુભાઇ વિકીયાણી મીલ પ્લોટ ચોક પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.વાંકાનેરમાં આરોપી હીરાભાઇ અરજણભાઇ ધેણોજા માટેલ સીમ,ઢુવા-માટેલ રોડ અમરધામ પાછળ ખુલ્લા પટમાં રૂપિયા ૧૮૦ની કિમતના ૯ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.ટંકારામાં આરોપી સુરેશભાઇ રાયમલભાઇ વાઘેલા આઇ.ટી.આઇ પાછળ ઝુપડામાં રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat