


મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ૮ મો સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મોરબી આહીર સમાજના પ્રમુખ લાખાભાઈ જારીયા અને મુખ્ય મહેમાન તરીકે સ્ટેટ જીએસટી રાજકોટના જોઈન્ટ કમિશનર સી.આર.લાડુમોર તથા ઇન્કમટેક્ષ-ઇન્દોરના જોઈન્ટ કમિશનર વી.જે.બોરીચા ઉપસ્થિત રહ્યા હતા.આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટના ગુજરાતી ભવનના પ્રોફેસર ડૉ.જે.એમ.ચન્દ્રવાડીયાએ સમાજના લોકોને પોતાનું વ્યક્તવ્ય આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં ૧૫૪ જેટલા વિધાર્થીઓ,૭ નિવૃત કર્મચારીઓ,૩ જીપીએસસી પાસ કરેલ વિધાર્થીઓનું તથા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન,મોરબી આહીર સમાજના મંત્રી ચંદુભાઈ હુંબલ,મોરબી આર.એફ.ઓ શામળાભાઈ ગોગરા,મોરબી પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી એન્જી. નરસંગ હુંબલ,મોરબી એ.ડીવીઝન પી.આઈ બળવંત સોનારા,મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર કે.એફ.ભેટારિયા,રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળના મંત્રી ચંદુભાઈ મિયાત્રા,મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય અમુભાઈ હુંબલ,મોરબી આહીર સમાજના ખજાનચી ઉગાભાઇ રાઠોડ અને મહેન્દ્રભાઈ કચોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.