દસ્તાવેજના પ્રશ્ન મામલે ૮ સોસાયટીના રહેવાસીની રેલી-આવેદન

મોરબીમાં ૧૯૭૯મા ભયંકર પુર હોનારત આવેલ તેને આજ ૩૮ વર્ષ પુરા થયા છે અને મૃતકોને દરવર્ષે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.આ પુર હોનારતમાં ધણા લોકો બે ઘર બનેલ અને તે સમયે સરકારે સ્વૈછિક સંસ્થાની મદદ લઈને રોટરીનગર,રામકૃષ્ણ,અરુણોદય,વર્ધમાન,જનકલ્યાણ અને રીલીફનગર આવા નગરો ઉભા કરીને આશરે એક હજાર મકાનો જુદી-જુદી સંસ્થાએ બનાવીને લાભાર્થીઓને આપ્યા સરકારે જમીન આપેલ તેના પર મકાન બની ગયા પરંતુ લાભાર્થીઓની માંગણી છે કે જે તે સમયે જમીનના ભાવ હતા તે પ્રમાણે કિમત લઈને દસ્તાવેજ બનાવી આપો ત્યારે સરકારે જણાવ્યું હતું કે જે હાલ ભાવ હાલતા હોય તે રકમ ભરો ૩૮ વર્ષે સરકારનું વલણ યોગ્ય લાગતું નથી ખરેખર સ્વૈચ્છિક સંસ્થાએ મફત મકાન બનાવીને આપ્યા છે અને સરકારે ફમત જમીન આપવી જોઈએ તેમ છતા લાભાર્થીઓની માંગણી છે કે જૂની શરતે આવીને આ પ્રસન ઉભો પત્યો નથી ધણા લાભાર્થી પ્રભુના પ્યારા થઇ ગયા છે.તો આ બાબતે ટૂંક સમયમાં આ વિસ્તારના તમામ લાભાર્થીઓને ચુંટણી પહેલા જૂની શરતે દસ્તાવેજ કરી આપવા અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ નિવેડો ણ આવતા ગત રવિવારના રોજ દસ્તાવેજ અધિકાર મંચની મીટીંગ યોજાઈ હતી જેમાં નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર આજ રોજ ૮ સોસાયટીના રહીસો સામાકાંઠે કુળદેવી પાન થી કલેકટર કચરી સુધી રેલી કાઢીને આવેદન આપવામાં આવ્યું હતું.તેમજ આ બાબતે તાત્કાલિક નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat