મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૭ ઇસમો ઝડપાયા

 

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૭ ઇસમો ઝડપાયા છે.

મોરબીમાં આરોપી વિપુલભાઇ પ્રેમજીભાઇ ધંધુકીયા લાયન્સનગર સરમરીયા દાદાના મંદીર પાસે બાવળની કાંટમાથી રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી કિશન રમેશભાઇ ચીખરીયા લાલપર ગામની સીમ પાવર હાઉસ વાળા સી.સી.રોડ ઉપર આવેલ લેટ્રીગ્રેસ સીરામીકના કારખાનાની સામે માટીના ઢગલા પાસે રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી નવઘણભાઇ દિનેશભાઇ હમીરપરા ગાળા ગામની સીમ સેગમ સીરામીક પાસેથી રૂપિયા ૧૮૦ની કિમતના ૯ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી સાયરાબેન જુનેદભાઈ રાજા લીંબાળા ધાર પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

વાંકાનેરમાં આરોપી ગુલાબબેન ભરતભાઇ ચાડમીયા સરતાનાપર રોડ સેન્સો ચોકડી પાસે સર્કીટ હાઉસ પાસે રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.ટંકારામાં આરોપી મલુબેન ભાણજીભાઇ વાઘેલા રીલાયન્સ પેટ્રોલ પંપ સામે રૂપિયા ૮૦ની કિમતના ૦૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.માળીયામાં આરોપી હુસેનભાઈ ઈકબાલભાઈ ભટ્ટી કોળીવાસના નાકા પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat