


મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ધોસ બોલવતા કહેતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતા ૭ ઇસમો ઝડપાયા છે.
મોરબીમાં આરોપી દિનેશભાઇ વેરશીભાઇ ઉપસરીયા નવલખી ફાટક પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
વાંકાનેરમાં આરોપી રીનાબેન વીનુભાઇ સાઢમીયા સરતાનપર રોડ પર સ્પેન્ટો પેપરમીલ પાસે ખુલ્લા પટમાં પોતાના કબ્જામાં રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી શાંતીલાલ મોહનભાઇ ગાંગડીયા ભેરડા ગામ બસ સ્ટેન્ડ પાસે બાપાસીતારામ મઢુલી પાસે પોતાના કબ્જામાં રૂપિયા ૪૦ની કિમતના ૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
હળવદમાં આરોપી રમેશભાઇ ગોરધનભાઇ ખાભડીયા જુના સુંદરગઢ ગામે પોતાના કબ્જામાં રૂપિયા ૧૮૦ની કિમતના ૯ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. હળવદમાં આરોપી કાળુભાઇ જયંતીભાઇ અધારીયા મયુરનગર ખાતે પોતાના કબ્જામાં રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

