૬૫-મોરબી માળીયા વિધાનસભાના ૧૫ ગામોમાં “આપ” દ્વારા ડાયરો તેમજ જનસંવાદ કાર્યક્રમ

 

૬૫-મોરબી માળીયા વિધાનસભા ના ૧૫ ગામોમાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ડાયરો તેમજ જનસંવાદ કાર્યક્રમનું આજથી આયોજન કરેલ છે.

વિધાનસભા ની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી મોરબી દ્વારા ચૂંટણી ની ત્યારી રૂપે જન સંવાદ અને ડાયરાનું આયોજન કરેલ છે જેમાં તા. ૦૯ ના રોજ સાંજે મોરબી તાલુકાના રંગ્પ્પાર ગામ અને માળિયા તાલુકાના નાની બરાર ગામે, તા. ૧૦ ના રોજ સાંજે મોરબીના કેરાળા અને માળિયાના ચાચાવદરડા ગમે, તા. ૧૧ ના રોજ મોરબીના ધરમપુર તેમજ માળિયાના મોટા ભેલા ગામે, તા. ૧૨ ના રોજ જેતપુર અને દેરાળા ગામે, તા. ૧૩ ના રોજ નાગડાવાસ અને ઘાટીલા ગામ, તા ૧૪ ના રોજ ચકમપર અને ખીરઈ ગામ તેમજ તા. ૧૬ ના રોજ સોખડા અને મોટા દહીંસરા ગામ તેમજ તા. ૧૭ ના રોજ કાજરડા ગામમાં ડાયરો અને જનસંવાદ કાર્યક્રમ યોજાશે

Comments
Loading...
WhatsApp chat