ખંભાળીયા નજીક આશ્રમમાં આઈશ્રી દેવલમાનો ૬૪ મો જન્મોત્સવ ઉજવાશે

       શ્રી મોગલ-દેવલ મણીદીપ આશ્રમ દાતાની ગોલાઈ, ખંભાળીયા મુકામે આઈ શ્રી દેવલ માંનો ૬૪ મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે જેમાં તા. ૦૭-૦૪-૧૯ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૦ કલાકે શોભાયાત્રા યોજાશે જે મામાના મંદિરથી મોગલ માતાજીના મંદિર સુધી પહોંચશે

        તે ઉપરાંત સવારે ૧૦ થી ૧૧ કલાકે પૂજન, આરતી અને પ્રવર્ચન યોજાશે અને સવારે ૯ થી બપોરે ૦૧ : ૧૫ સુધી હવન અને બાદમાં બીડું હોમવામાં આવશે તેમજ બપોરે પ્રસાદીનો ભક્તો લાભ લેશે જે ધાર્મિક મહોત્સવમાં અતિથી વિશેષ તરીકે સૂર્યભવાની આશાપુરા માતાજીના મહંત અશોક્ગીરી બાપુ (સૂવરડાની ધાર) વાળા હાજરી આપશે તેમજ પૂજ્ય લાલબાપુ (શ્રી ગાયત્રી આશ્રમ-ગધેથડ) રાજુ ભગત અને દોલુંભગત સહિતના સંતો મહંતો આશીવચન પાઠવશે

        ધાર્મિક મહોત્સવમાં દાતા પરિવાર મોટા પાંચસરા હાલ જામનગર નિવાસી જાડેજા નવલસિંહ અજીતસિંહ પરિવાર હાજરી આપશે ધાર્મિક મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat