મોરબીમાં ભારતીય મઝદૂર સંઘનો ૬૩ મો સ્થાપના દિન ઉજવાયો

ભારતીય મઝદૂર સંઘના ૬૩ માં સ્થાપના દિનની મોરબીના નવા બસ સ્ટેન્ડ ડેપોના વર્કશોપમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ ઉદ્યોગો, એસટી પરિવહન અને મેરીટાઈમ બોર્ડ તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય મઝદૂર સંઘની સ્થાપના ૨૩ જુલાઈ ૧૯૫૫ ના રોજ ભોપાલ ખાતે કરવામાં આવી હતી અને સંઘના સ્થાપના દિવસની ઉજવણી નિમિતે મોરબી જીલ્લા સંઘના અધ્યક્ષ ડી. એન. ઝાલા દ્વારા ભગવાન વિશ્વકર્માનું પૂજન કરવામાં આવ્યું હતું અને ૬૩ માં વર્ષની યાત્રામાં રાષ્ટ્રહિત ઉદ્યોગ હિત અને શ્રમિક હિત ધ્યાનમાં રાખીને દરેક કાર્યકર્તાઓ કામ કરતા હોવાનું જણાવ્યું હતું આ ઉદેશ્યને સાથે રાખી આગામી દિવસોમાં વધુ લોકોને સંગઠનમાં જોડવાના પ્રયત્નો થાય તેમ કર્મચારીઓને જણાવ્યું હતું

સ્થાપના દિનની ઉજવણીમાં મેરીટાઈમ બોર્ડના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ શુક્લએ ઉજવણીનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે પરિવહન, આંગણવાડી, પાણી પુરવઠા અને ગુજરાત સિક્યુરીટીના કર્મચારી, ૧૦૮ ઈમરજન્સી અને જીઇબીના શ્રમિકો સંગઠનમાં જોડાયેલા છે કાર્યકમને સફળ બનાવવા માટે મનોજભાઈ અન્નંત, મુકેશભાઈ દવે, મુનાભાઈ ચાનીયાએ જહેમત ઉઠાવી હતી તેમ જીલ્લા મંત્રીની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat