Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ૬૩૨૦ તરુણોને રસીકરણ કરાયું

 

રાજ્ય સરકારે ૧૫ થી ૧૮ વર્ષના તરુણો અને યુવાનોને કોરોના રસીનો ડોઝ આપવાનું નક્કી કર્યા બાદ તા. ૦૩ થી ૦૭ સુધી વિવિધ શાળાઓમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં મોરબીના ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ટીમ દ્વારા ૬૩૨૦ વિદ્યાર્થીઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો

ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તા. ૦૩ થી ૦૭ દરમિયાન ૬૩૨૦ વિદ્યાર્થીઓને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા જેમાં એમ એસ દોશી હાઈસ્કૂલમાં ૪૦૧, ગીતાંજલિ વિધાલયમાં ૭૮, ડી જે પટેલ કન્યા વિધાલયમાં ૧૧૮૯, સરદાર પટેલ કન્યા વિધાલય ૧૧૭૭, નિર્મળ વિધાલય ૬૪૦, નવયુગ સ્કૂલમાં ૯૯૬, ઓમ શાંતિ ઈંગ્લીશ સ્કૂલમાં ૪૬૭, ઓમ શાંતિ વિધાલયમાં ૨૭૧ અને નીલકંઠ વિધાલયમાં ૨૭૮ જયારે જ્ઞાનપથ વિધાલયમાં ૩૮૮ વિદ્યાર્થીઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો તે ઉપરાંત શહેરની પી જી પટેલ કોલેજમાં પણ ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર ટીમે રસીકરણ અભિયાનની કમાન સંભાળી હતી

ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટરના ડો. નેહા કૈલા, MPHW દીપક પટેલ, વ્રજરાજ લોખીલ,  મનીષ સનારીયા, વિશાલ લોખીલ, સીદીક ભોરણીયા, રાજ ખોખાણી, રીતેશ, પૂજા જોગર, દિશા પંડ્યા સહિતની ટીમે કામગીરી કરી હતી

 

 

Comments
Loading...
WhatsApp chat