



રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત આરોગ્ય ભારતી મોરબી (ગુજરાત પ્રાંત ) દ્વારા ગત તા. 27 ને રવિવારે સ્વાઈન ફલૂ સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનું નિ:શુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરસંગ મંદિર, રવાપર રોડ, હનુમાનજી મંદિર, વી.સી.પરા, જે. કે. ટેઈલર પાસે, વાવડી રોડ, મોરબી માં ત્રણ સ્થાન પર 19 કાર્યકર્તાઓએ સેવા આપી હતી. જેનો બાળકો સહિત 6000 નાગરિકોએ લાભ લીધો હતો.

