હળવદ તક્ષશિલા વિધાલયના ૬ વિદ્યાર્થીની અંડર-૧૯ કબડ્ડી સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી: જિલ્લા રમતગમત અધિકારી મોરબી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કબડી અંડર-19 રમતોત્સવ જોધપુર ગામે યોજાયો હતો. આ સ્પર્ધામાં હળવદ, મોરબી, ટંકારા, વાંકાનેર અને વાલિયા તાલુકામાં વિજેતા બનેલી ટીમોએ ભાગ લીધો હતો. હળવદ તાલુકાની ટીમમાં તક્ષશિલા વિદ્યાલયના 12 વિદ્યાર્થીઓ પ્રતિનિધિત્વ કર્યુ હતું. ફાઇનલ સ્પર્ધામાં મોરબીની હરાવી હળવદની ટીમે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તક્ષશિલા વિદ્યાલયના રોજીયા ઘનશ્યામ, ડાભી કિશન, રાણગા ગાંડુ, સાપરા રમેશ અને પરમાર ગોપાલ આ 6 વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની ટીમ માટે પસંદગી પામ્યા હતા. વિજેતા 12 ખેલાડીઓ તથા રાજય કક્ષાએ પસંદગી પામનાર ખેલાડીઓને શાળાના કબડીના કોચ રમેશભાઈ કૈલા અને પ્રકાશ ભાઈ જોગરાણાએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ શાળાના સંચાલક શ્રી હિતેષભાઇ કૈલાએ તમામ છ વિદ્યાર્થીઓ આગામી મહિનામાં યોજાનારી રાજ્યકક્ષાની કબડી રમત ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.



