મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતી પાંચ મહિલા સહિત ૬ ઇસમો ઝબ્બે

 

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૬ ઈસમો ઝડપાયા છે.

મોરબીમાં આરોપી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા માળીયા વનાળીયા સોસા.મેન રોડ પર પોતાના કબ્જામા દેશી પીવાના દારૂ કેફી પ્રવાહી ભરેલ પ્લા. ની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૨૦ દારૂ લીટર-૦૫ કી.રૂ.૧૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી. મોરબીમાં આરોપી રફીક હાસમભાઈ કાસમાણી લાલપર ગામ, શ્રીજી સીરામીક પાસે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૫૦ દેશીદારૂ લી-૧૦ કિ.રૂ ૨૦૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

વાંકાનેરમાં આરોપી ગીતા ગોરધનભાઇ માથાસુરીયા ઢુવા ગામની સીમમાં આવેલ બીગ ટાઇલ્સ કારખાના સામે પોતાના કબજામાં પ્લાસ્ટીકના બાચકામાં ૨૦૦ મી.લી.ની કોથળીઓ નંગ-૭૫ કેફી પ્રવાહી લી-૧૫ કી.રૂ. ૩૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમિયાન હાજર મળી આવી હતી. વાંકાનેરમાં આરોપી લલીતા જેન્તીભાઇ માથાસુરીયા માટેલ ગામની સીમ,દ્વારકાધીશ હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં દેશી દારૂ લીટર-૦૭ કિ.રૂ.૧૪૦/- નો વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામા રાખી મળી આવી હતી.

ટંકારામાં આરોપી ચંપા ભગવાનજીભાઈ વાઘેલા અમરાપર રોડ દેવીપુજકવાસ પાસે પોતાના કબ્જામા એક કાપડની થેલીમાં નાની પ્લા.ની આશરે ૨૦૦ મી.લી. દેશી દારુ ભરેલ નાની કોથળીઓ નંગ-૩૦ લીટર આશરે ૦૬ જેની કી.રુ. ૧૨૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી. ટંકારામાં આરોપી કાજલ અવચરભાઇ સાડમીયા જયનગર દે.પુ.વાસના નાકા પાસે પોતાના કબજામા ગે.કા પાસપરમીટ કે આધાર વગર દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી.

Comments
Loading...
WhatsApp chat