હળવદના કડીયાણા નજીક જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

                                                                                                            હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

                                                                                                        હળવદ તાલુકાના કડીયાના ગામ નજીક હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન કડીયાણા થી પાંડાતીરથ જવાના રસ્તે ખુલ્લા બાવળની વાડીમાં જાહેરમાં જુગાર રમતા લક્ષ્મણભાઈ ગાંડુભાઈ કોળી, મુકેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, કુકાભાઈ જીવણભાઈ કોળી, ધારાભાઇ દેવશીભાઈ ભરવાડ, રાણાભાઇ પોલાભાઈ ભરવાડ, મુકેશભાઈ કાળુભાઈ કોળીને રોકડ રકમ ૮૫૯૦ સાથે ઝડપી પાડ્યા હતા તો દશરથ બાજુભાઈ કોળી નાશું જતા તેને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat