

સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું તમામ સરકારી શાળામાં વિતરણ કરવાનું આયોજન જીલ્લા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, ડેપ્યુટી ડીડીઓ ગોવાણીના માર્ગદર્શન હેઠળ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરાની ટીમ દ્વારા ઉકાળા વિતરણ કરવામાં આવશે.મોરબી જીલ્લાની ૫૯૩ સરકારી શાળાના ૯૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ઉકાળો આપવા માટે મટીરીયલ્સ બીઆરસી અને સીઆરસી દ્વારા તમામ શાળામાં પહોંચાડવામાં આવ્યું છે અને તા. ૫ ના રોજ સરકારી શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ઉકાળો પીવડાવવામાં આવશે. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવે અને શિક્ષણ વિભાગના કાવરની સીધી દેખરેખ હેઠળ તમામ શાળામાં ઉકાળો પીવડાવવાનું આયોજન કરાયું છે જેમાં જે તે શાળા ખાતેના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ ઉકાળા બનાવીને બાળકોને પીવડાવશે તેવી માહિતી શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.