



મોરબીમાં દિન પ્રીતીદીન ચોરીના બનાવો વધવા પામ્યા છે તેમજ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર ધણા બધા સવાલો ઉઠી રહ્યા છે.મોરબીમાં જીલ્લામાં સતત ચોથા દિવસે ચોરીનો બનાવ બનતા લોકોમાં ભય ફેલાયો છે.એવામાં મોરબીના ધુટુ રોડ પર આવેલ હરિઓમ પાર્કમાં રહેતા દિલીપભાઈ સામજીભાઇ દેલવાડીયાના બંધ મકાનમાં ગત તા.૯ થી તા.૧૦ વચ્ચેના સમયગાળામાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી રૂમમાં રહેલ તિજોરીના કબાટ માંથી રોકડ રકમ ૩૫૦૦૦૦ અને સોના ચાંદીના દાગીના મળીને ૫૪૧૦૦ ની મતાની ચોરી કરી ગયાની ફરિયાદ મોરબી તાલુકામાં મથકમાં નોધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

