ઓનલાઈન મોબાઈલ એપ્લીકેશન PAYTM માંથી ૫૪૦૦૦ ની છેતરપીંડી

ભોગ બનનાર યુવાને રાજકોટ પોલીસ કમીશનરને કરી અરજી

હાલ ઓનલાઈન પેમેન્ટનો ક્રેઝ વધી રહ્યો છે અને લોકો ઓનલાઈન પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર કરતા હોય છે જોકે ઓનલાઈન પેમેન્ટ ખાસ કરીને ખાનગી મોબાઈલ એપ્લીકેશનો કેટલી જોખમી છે તેનો કડવો અનુભવ એક યુવાનને થયો છે જેમાં ઓનલાઈન એપ્લીકેશનમાં તેને ૫૪૦૦૦ થી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે

રાજકોટના રેલનગર વિસ્તારના રહેવાસી રમેશ શીતલદાસ જીયાની નામના સિંધી યુવાને પોતાના મોબાઈલમાં પે ટીએમ એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોય જેને ગત તા. ૨૯ ના રોજ તેને ૬૨૦૯૩ ૧૭૬૫૪ નંબરમાંથી પે ટીએમ કસ્ટમર કેરના નામે કેવાયસસી વેરીફીકેશન કરવા માટે કોલ આવ્યો હતો જેમાં તેમને એક લીંક મોકલી હતી અને જેમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ ટાઈપ કરવાના હતા ત્યારબાદ તેના પે ટીએમ બેલેન્સમાંથી ૩૫૦૦ પે ટીએમ ગોલ્ડ પરચેઝમાં ટ્રાન્સફર થયા હતા જે તેની જાણ બહાર થયા હતા તો પરત લેવા માટે બેંકમાંથી પેમેન્ટ વોલેટમાં ટ્રાન્સફર કરવા જણાવેલ અને એસબીઆઈ ક્રેડીટ કાર્ડમાંથી ૫૦૦૦ ટ્રાન્સફર કર્યા જે પણ પે ટીએમ ગોલ્ડ પરચેઝમાં ટ્રાન્સફર થઇ ગયા

પછી બંને પેમેન્ટ પરત લેવા બેંકમાંથી પે ટીએમ લીંક કરવા જણાવેલ જે કર્યા બાદ પે ટીએમ માંથી પૈસા રીફંડ બેંક કરવા જણાવેલ જે કરવાથી પેમેન્ટ બેંકમાં રીફંડ આવવાને બદલે સેવિંગમાંથી પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર થવા લાગ્યા અને જુદા જુદા લોકોના પે ટીએમમાં ટ્રાન્સફર કરવા લાગ્યો જેના એક પણ ઓટીપી ભોગ બનનાર યુવાનને મળ્યા નથી અને જુદા જુદા રીફંડ લેવાના પ્રયત્નોમાં ટોટલ ૫૪,૦૦૦ અને ૩૫૦૦ પે ટીએમ વોલેટમાંથી ગુમાવ્યા છે

આ ચીટીંગ મામલે યુવાને રાજકોટ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે જેથી ભવિષ્યમાં અન્ય લોકો આવી છેતરપીંડીનો શિકાર ના બને તેમ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat