Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૫૨ કેસો, ૧૦ મૃતદેહની કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ

0 599

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં આજે આરોગ્ય વિભાગે ૫૨ નવા કેસો જાહેર કર્યા છે જ્યારે ભાજપના કેમ્પમાં તેના ત્રણ ગણા કરતા વધુ દર્દીઓ કોરોના પોઝીટીવ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું તો આજે સરકારી ચોપડે એકપણ મોત દર્શાવ્યું નથી જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ ૧૦ મૃતદેહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

આરોગ્ય વિભાગે આપેલ માહિતી પ્રમાણે આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૩૨ કેસોમાં ૧૨ ગ્રામ્ય અને ૨૦ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૭ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૮ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં જયારે ટંકારાના ૦૨ અને માળિયાના ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૫૨ કેસો નોંધાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે જયારે ૧૮ દર્દી સ્વસ્થ થયા છે

આજે સરકારી ચોપડે એકપણ દર્દીનું મૃત્યુ દર્શાવ્યું નથી જયારે મોરબીમાં આજે ૧૦ મૃતદેહોના કોવીડ ગાઈડ લાઈન્સ અને પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat