ટંકારાની ઉમા ઓટો પાર્ટ્સ નામની દુકાન માંથી ગઠીયો ૫૦ હજાર લઇ ગાયબ

મળતી વિગત મુજબ ટંકારા ના લતીપર ચોકડી પાસે આવેલી ઉમા ઓટો પાર્ટસ નામની દુકાનમાં આજે સવારે 7:30 વાગ્યાના અરશામાં બે અજાણ્યા શખ્સો ગ્રાહકો બની દુકાને આવ્યા હતા અને ઓઈલ ની ખરીદી કરી રૂપિયા પણ આપ્યા હતા બાદમાં એકે પાણી પીવાનુ બહાનુ કરી દુકાન મા પ્રવેશી વેપારીનુ ધ્યાન હટાવી થડામા રાખેલ બે લાખ રોકડા માથી એક 50 હજારની થપી લઇ ગયા હતા.તેમજ દુકાને બીજો ગ્રાહક આવતા આ ઠગાઈ થઇ હોવાનું અને તેના 50 હજાર લઇ ગયાનું માલુમ પડતા આજુ બાજુ ના દુકાનદારને ધટનાની જાણ થતા દોડધામ કરી હતી પરંતુ આ ધુતારાનો કોઈ પતો લાગ્યો ન હતો. ટંકારામાં છેતરપિંડીની વાત વાયુવેગે ફેલાઈ જતા વેપારીઓમાં ભય ફેલાયો હતો.

Comments
Loading...
WhatsApp chat