Billboard ad 1150*250 Billboard ad 1150*250

પ્રેમ સંબધ મામલે ઘરમાં ૫ શખ્સો ધુસી આવ્યા, ભાઈ-બહેનને જાનથી મારી નાખવાની ધમકી

હળવદના ઘનશ્યામપુર ગામે પ્રેમ સંબધ મામલે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોચ્યું હતો જે બાબતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા કંચનબહેન દાનાભાઈ રાઠોડ(ઉ.૩૫)ના ભાઈ હરેશભાઈએ આરોપી માવજીભાઈ મોતીભાઈ રાઠોડ, ઉજીબહેન માવજીભાઈ રાઠોડ, જગદીશભાઈ લાલજીભાઈ રાઠોડ, નાગર હરજીભાઈ રાઠોડ અને મનહરભાઈ ડાયાભાઇ રાઠોડની કૌટુંબિક દીકરી ઉષાબહેન સાથે પ્રેમલગ્ન કરેલ હોય જેનો ખાર રાખી માવજીભાઈ સહિતના તમામ આરોપીઓએ લાકડાના ધોકા થતા ધારિયું જેવા હથિયાર લઈને કંચનબહેન તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat