Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૪૮ કેસ નોંધાયા, ૦૮ મૃતદેહના અંતિમ સંસ્કાર

0 119

મોરબીમાં કોરોના કેસો સતત વધી રહયા છે જેમાં આજે જીલ્લામાં નવા ૪૮ કેસો નોંધાયા છે તો વધુ ૧૬ દર્દીઓ સ્વસ્થ થયા છે તો આજે કોવીડ પ્રોટોકોલ મુજબ આજે ૦૮ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૪ કેસોમાં ૦૯ ગ્રામ્ય અને ૧૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૬ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં, હળવદના ૧૦ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં, ટંકારાના ૦૪ અને માળિયાના ૦૪ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૪૮ કેસો નોંધાયા છે જયારે ૧૬ દર્દીઓ સ્વસ્થ થયા છે

સરકારી ચોપડે આજે પણ મૃત્યુ દર્શાવ્યું નથી જયારે કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૮ મૃતદેહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૪૬૮ થયો છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat