Billboard ad 1150*250

મોરબી તાલુકાના ૨૪ સહીત આજે જીલ્લામાં નવા ૪૮ કેસો, ૦૪ મૃતદેહના અંતિમ સંસ્કાર

0 306

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ભાજપના કોરોના ટેસ્ટ કેમ્પમાં પોઝીટીવ આંકડા આપવાનું બંધ કરવામાં આવ્યું હોય તો આજે સરકારી ચોપડે જીલ્લામાં ૪૮ કેસો નોંધાયા છે જયારે ૨૨ દર્દી સ્વસ્થ થયા છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૪ કેસો જેમાં ૦૯ ગ્રામ્ય અને ૧૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૭ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૮ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૫ અને માળિયા તાલુકાના ૦૪ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૪૮ કેસો નોંધાયા છે જયારે ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે પણ સરકારી ચોપડે એકપણ મૃત્યુ દર્શાવ્યું નથી જયારે મોરબી ખાતે ૦૪ મૃતદેહના કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૪૦૪૭ થયો છે જેમાં ૩૭૬ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૪૦૩ દર્દી સ્વસ્થ થયા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat