



મોરબી તાલુકાની વેજલપુર મંડળીના ૪૨૫ ખેડૂતોનો વર્ષ ૧૯૯૯ના પાક વિમાની બાકી નીકળતી રકમ રકમ ચુકવવા મામલે સુપ્રીમ સુધી લડત આપ્યા બાદ આખરે ખેડૂતોને ન્યાય મળ્યો છે અને ૩૪.૪ ટકા બાકી પાકવીમો ચૂકવવાના આદેશને પગલે ૪૨૫ ખેડૂતોને ૧૯ વર્ષે પાક્વિમાની રક મળશે
વેજલપુર સહકારી મંડળી અંતર્ગત આવતા વેજલપર, વેણાસર અને કુંભારિયા એ ત્રણ ગામના ૪૨૫ ખેડૂતોને વર્ષ ૧૯૯૯ ના મગફળીના પાક્વીમાંની ૬૫.૯૬ ટકા રકમ ચૂકવાઈ હતી અને બાકીની રકમ મામલે ખેડૂતોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને છેક ઉપલી અદાલત સુધી લડત ચલાવીને ખેડૂતોએ પોતાનો હક મેળવ્યો છે જેમાં વેજલપર સહકારી મંડળીના મંત્રી સંજયભાઈએ જણાવ્યું હતું કે વર્ષ૧૯૯૯ માં મંડળીના સભ્યપદ ધરાવતા ૪૨૫ ખેડૂતોને ૬૫.૯૬ ટકા વીમો ચુકવવામાં આવ્યો હતો.
ત્યારે બાકી રહેલો ૩૪.૪ ટકા વીમાનો કેસ જીતી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા આ વીમો ચૂકવવાનો આદેશ કરાયો છે. જેથી મંડળી હેઠળના વેણાસર, કુંભરીયા અને વેજલપર ગામના ૪૨૫ ખેડૂતોને સપ્તાહમાં જ પોતાની પાક્વીમાંની બાકીની રકમ મળી જશે કોર્ટના આદેશને પગલે મંડળીને ૧૧.૮૩ લાખની રકમ મળી જતા તુરંત ચુકવણું કરવામાં આવશે



