મોરબી જીલ્લાના ૪૦૦૦ પ્રાથમિક શિક્ષકોને ખડેપગે રહેવા અપીલ…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી જિલ્લાના અંદાજે 4000 જેટલા પ્રાથમિક શિક્ષકોને નમ્ર અરજ છે કે કલેકટર, મામલતદાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની મળેલ સૂચના મુજબ હાલ “વાયુ”વાવાઝોડું ખૂબજ તીવ્ર ગતિએ આગળ વઘી રહ્યું છે ત્યારે હાલ સમગ્ર વહીવટી તંત્ર તમામ કામોને છોડી માત્ર વાવાઝોડા સામે બચાવ,સલામતી અને રાહત માટે સક્રિય છે ત્યારે વિભાગને આપણી પાસે ખૂબ મોટી મદદની અને સહકારની અપેક્ષા છે.

આવા સમયે તમામ શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીઓ વિભાગ,ગ્રામપંચાયત અને શાળા એસ.એમ.સી.સાથે જરૂરી સંકલન રાખી આવનાર આપત્તિ સામે શાળા અને ગ્રામ કક્ષાએ આપણી જવાબદારી સુપેરે વહન કરીએ.ઘણા બધા શિક્ષક મિત્રોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ પણ મેળવેલ છે ત્યારે આ સમયે આપણી તાલીમ અને આવડતનો પૂરતો ઉપયોગ કરી વહીવટી ટીમ સાથે ખડે પગે રહીએ.આપણે સૌ આ સ્થિતિમાં આપણી ફરજ પર ખડે પગે રહી તંત્રની સાથે રહીએ તેવી કર્તવ્યપરાયણતા સાથે “work is Workship” ની ભાવનાને ચરિતાર્થ કરીએ અને જ્યાં જયાં જરૂર જણાય ત્યાં આપતી દરમ્યાન અને આપતી બાદ બચાવ અને વ્યવસ્થાપન માટે સ્વયંભૂ શિક્ષકોની ટીમ બનાવી કાર્યરત રહીએ તેવી અપીલ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ સરડવા, અને મહામંત્રી વિરમભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat