



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિ વેગવંતી બની રહી છે અને ગ્રામ્ય પંથક તેમજ ઉદ્યોગો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેમાં મોરબીના હરીપર કેરાલા નજીકની ફેક્ટરીના સંચાલકો સહિતના દ્વારા ૪૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું
મોરબીના હરીપર કેરાલા નજીક આવેલ ક્લોરીસ કોટિંગ પ્રા. લી. દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ માટેની શ્રેષ્ઠ ઋતુ એવા ચોમાસાની ઋતુમાં ફેકટરીના સંચાલકો તેમજ સ્ટાફના યુવાનો વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં જોડાયા હતા અને ૪૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ફેક્ટરી આસપાસ હરિયાળું વાતાવરણ બનાવવા તેમજ હવામાન સ્વચ્છ રાખવા ઉપરાંત વધુ વરસાદ આવે તેવા હેતુથી વૃક્ષારોપણ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે



