મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતા ૪ ઇસમો રંગેહાથ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૪ ઈસમો રંગેહાથ ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી મેહબુબ અબ્દુલભાઇ ખલિફા લક્ષ્મીનગર ગામની સિમમા આવેલ શિવ શક્તિ પાઈપ ના કારખાના પાસે બાવળની ઝાડીમા પોતાના કબજામાં કેફી પ્રવાહી દેશીદારૂ ભરેલી ૨૦૦મીલી ક્ષમતા વાળી કોથળીઓ નંગ-૨૫ લીટર-૦૫ કી.રૂ.૧૦૦/-નો વેચાણ અર્થે રાખી મળી આવ્યો હતો.બીજા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી ભાવેશ રમેશભાઇ માથાસુર્યા ઢુવા વરમોરા રોડ,વરમોરા કારખાના પાસે જાહેરમાં પોતાના કબજામાં દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી લીટર-પ કીમત-.રૂા.૧૦૦/-નો રાખી મળી આવ્યો હતો.

ત્રીજા કિસ્સામાં માળીયામાં આરોપી દાના ભુરાભાઇ સવસેટા દેવગઢ ગામ જવાના જાહેર રોડ પાસે દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ ૪૧ દેશી દારૂ લી.૦૮ કિ.રૂ.૧૬૦/ નો પોતાના કબ્જામા રાખી મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં હળવદમાં આરોપી મયુર ઉર્ફે મયલો મકનભાઇ ભીમાણી અજીતગઢ ગામે પોતાના કબ્જામા દેશી-દારૂ લી. ૦૫ કિ રૂ.૧૦૦/-નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે રાખી રેઈડ દરમ્યાન મળી આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat