Billboard ad 1150*250 Billboard ad 1150*250

જીલ્લામાં ૪ બનાવોમાં ૪ લોકો એ ઝેરી દવા પી લેતા સારવારમાં

એક મહિલા દાઝી જતા સારવાર માં

મોરબી જિલ્લામાં અલગ અલગ ચાર બનાવો ૪ લોકોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે જેમાં 3 મહિલાઓ અને એક તરુણ ઝેરી દવા પી લેતા અને એક મહિલા દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મોરબી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ હળવદના ઇશ્વરનગર માં રહેતી આશાબેન ભાડજા ( ઉ.વ.૨૮) પોતાની ઘરે રસોઈ બનાવતી વેળાએ દાજી જતા પ્રાથમિક સારવાર મોરબી આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવી હતી તો બીજા બનાવમાં મોરબીના વાવડી રોડ પર રહેતી શેરબાનું પીંજરા ( ઉ.વ. ૩૦ ) અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડવામાં આવી તો ત્રીજા બનાવમાં વાકાનેરના ચિત્રખડામાં રહેતા મહેશ જેજરીયા ( ઉ.વ.૧૭ ) વાળાએ પોતાની ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો તો ચોથા બનાવમાં સગીતા દેત્રોજા વાળીએ અગમય કારણોસર ફીનાઇલ પી લેતા તેમજ લીલતા અભિષેક કુમાર (૨૮) વાળી અગમય કારણોસર ફીનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી.મોરબી પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat