હળવદના રાયસંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

હળવદના રાયસંગ પરગામે હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રાયસંગ પર ગામે હળવદ પોલીસે પેટ્રોલીગમાં હોય દરમિયાન ગામમાં આવેલ ખારી વાડી વિસ્તાર નજીક હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા લક્ષ્મણ બેચરભાઈ ડાભી, નરવીન સોંડાભાઈ ચાવડા, ગણેશ સામજીભાઇ ડાભી અને વાસુદેવભાઈ રમણીકભાઈ કણઝરીયાને રોકડ રકમ સાથે રૂ.૭૧૪૦ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat