મોરબીમાં જીલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ૩૬ હેલ્થ એન્ડ અવેરનેસ સેન્ટર થશે કાર્યરત

૨૦ પીએચસી અને ૧૬ સબ સેન્ટરમાં થશે કાર્યરત

        લોકોને આરોગ્ય બાબતે જાગૃત કરવા તેમજ રોગોથી દુર રાખવા યોગ, પ્રાણાયામ જરૂરી હોય જેથી મોરબી જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જીલ્લામાં કુલ ૩૬ હેલ્થ અનેડ અવેરનેસ સેન્ટર શરુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

        મોરબી જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલુ માસથી જ ૨૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૬ સબ સેન્ટરમાં એમ કુલ ૩૬ હેલ્થ એન્ડ અવેરનેસ સેન્ટર કાર્યરત કરવામાં આવશે હે હેલ્થ સેન્ટરમાં યોગા, પ્રાણાયામ, લાઈફ સ્ટાઈલ ચેન્જીંગ માટે માર્ગદર્શન ઉપરાંત રોગો અટકાવવા શું કરવું તેની પ્રેરણા પૂરી પાડવામાં આવશે રોગ લાગુ થયા બાદ દવા કરવી તેનાથી ઉત્તમ છે કે રોગો થતા જ અટકાવવા તે ધ્યેયને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દ્વારા હેલ્થ એન્ડ અવેરનેસ સેન્ટર શરુ કરવાનું આયોજન કરાયું છે તેમ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા પાસેથી જાણવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat