


દશેરાના પર્વ પર રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના વાવડી રોડ પર ૩૫ ફૂટના રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અસુરી શક્તિના નાશ સમાન રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં મોરબીના વાવડી રોડ આવેલ ગણેશ નગર ખાતે સિદ્ધનાથ ગ્રુપ દ્વારા ૩૫ ફૂટના રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયન રામ-રાવણનું યુદ્ધ યોજાયું હતું અને બાદમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું.રાવણ દહનનો કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.