


મળતી વિગત મુજબ હળવદ પીએસઆઇ સી.એચ.શુક્લ અને સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ક્લોતરા અને ભરતભાઇ રબારીને હળવદ-મોરબી ચોકડી નજીક કેબીન ધરાવતા દિનેશ લાલજીભાઈ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની ખાનગી બાતમીના આધારે પોલીસે કેબિનમાં દરોડો પડતા વિદેશીદારૂના ચપલા નંગ ૩૦૩ કીમત ૩૦૩૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.દરોડા દરમિયાન પીએસઆઇ શુક્લ સાથે હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બાલાસરા,ભાવેશભાઈ મિયાત્રા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

