


ગુજરાત રાજ્યમાં આવેલ મહાપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો પાસેથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરું પાડવામાં આવતા પાણીના પાણીવેરા પેટે આશરે ૧૩૨૫ કરોડ જેટલી માતબર રકમનું લ્હેણું નીકળતું હોય જેમાં મોરબી જીલ્લાની ૩૦૦ જેટલી ગ્રામ પંચાયતો પાસેથી ૩૫ કરોડ લેવાના બાકી હોય અ મામલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા સપ્તાહ પૂર્વે બાકી નીકળતો પાણી વેરો ભરી જવા માટે નોટીસ પાઠવીને તાકીદ કરવામાં આવી હતી કે ૬ જુન સુધીમાં વેરો ના ભરાય તો ૭ જુનથી પાણી વિતરણ અટકાવી દેવાશે જોકે પાણી પુરવઠા બોર્ડના આ નિર્ણયની ચોમેરથી ટીકા થઇ હતી અને વિરોધના વંટોળ ઉઠ્યા હતા તેમજ વિપક્ષ કોંગ્રેસના પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા અને કિશોરભાઈ ચીખલીયા પણ સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો હતો જેને પગલે પાણી પુરવઠા બોર્ડના અધીકારી, સચિવ તેમજ પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરીયા અને જસાભાઈ બારડ સાથે વાતચીત કરીને ચર્ચા કરવામાં આવી હતી જેમાં હાલ ઉનાળાના ગરમીમાં પાણીના પુરવઠામાં કાપ મુકવાનો નિર્ણય મુલતવી રાખીને તમામ મહાપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને આગામી ૧૫ દિવસમાં ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું છે.

