માળીયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા, પાકવિમાં મુદ્દે 30 ગામના ખેડૂતોનો મોરચો

ગામના સરપંચોને સાથે રાખીને ખેડૂતોએ કર્યો કલેકટર કચેરીએ હલ્લાબોલ

માળીયા તાલુકાના ખેડૂતોને નહિવત વરસાદથી પાક નિષ્ફળ ગયો હોય અને ગત વર્ષનો પાકવીમો મળ્યો ના હોય જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો

માળીયા તાલુકાના 30 ગામના સરપંચો અને ખેડૂતો કલેકટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જેમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષ માળીયા તાલુકામાં નહિવત વરસાદ થયો છે ખેડૂતોના ખેતરમાં ઉભો પાક સદંતર નિષ્ફળ ગયો છે અને ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચ નિષ્ફળ ગયું છે સમગ્ર માળીયા જિલ્લામાં પાણી અને ઘાસચારો તેમજ રોજગારીની સમસ્યા ઉદ્ભવી છે

ત્યારે આવેદન પાઠવીને ખેડૂતોએ માંગ કરી છે જેમાં માળીયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે ઉપરાંત પીવાના પાણી અને પિયત પાણીની વ્યવસ્થા કરવી, ઘાસ વિતરણ શરુ કરવું, ગત વર્ષ નિષ્ફળ હોય તાલુકાના તમામ ગામોને વીમો ચૂકવવો અને ચાલુ વર્ષે 100 ટકા પાક નિષ્ફળ હોય જેથી સમગ્ર તાલુકાને પાક નિષ્ફળતા બાબતે પાકવીમો ચૂકવવા યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat