માળિયાના ૩૦ ગામના સરપંચોએ બેઠક યોજી ખેડૂતોના મુદે લડત આપવાનો નિર્ધાર કર્યો

માળિયાના મોટી બરાર ગામ ખાતે માળિયા તાલુકાના 30 ગામના સરપંચો ખેડૂત અગ્રણીઓ તથા ખેડૂતોની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં માળિયા મિયાણા તાલુકાના ખેડૂતો ની વધતી જતી તકલીફોને ધ્યાનમાં રાખીને 30 સરપંચો અને ખેડૂત અન્યાય નિવારણ તથા વિકાસ સમિતિ માળિયા મિયાણાની સહમતીથી આવનારા સમયમાં માળિયાના ખેડૂતો
ના હિત માટે એકજુટ થઈને લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે

30 ગામો ભેગા મળી કલેકટરને આવેદન પત્ર આપી ખેડૂત હિત માટે રજૂઆતો કરવા માં આવશે જેમાં ચાર મુખ્ય મુદ્દા (1) માળિયા મિયાણા તાલુકા ને અછતગ્રસ્ત જાહેર કરવા માં આવે (2) પશુ પાલકો માટે તાત્કાલિક ઘાસચારા ની વ્યવસ્થા કરવા માં આવે (3) પાક વીમો તાત્કાલિક જાહેર કરવા માં આવે (4) માળિયા તાલુકાના ગામો ને પીવાના ના પાણી તથા પિયત પાણી ની અછત તાત્કાલિક દૂર કરવામાં આવે. એ ચાર મુદાના ઉકેલ માટેની માંગ સાથે લડત આપવામાં આવશે તેમ ખેડૂત અન્યાય નિવારણ તથા વિકાસ સમિતિ માળિયા મિયાણાના અગ્રણી પાસેથી જાણવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat