મોરબી જીલ્લામાં ૩૦ ટીમો બનાવી પીજીવીસીએલનું ચેકિંગ, ૯૭.૧૩ લાખની વીજચોરી ઝડપાઈ

 

મોરબી જીલ્લામાં વીજચોરી રોકવા માટે પીજીવીસીએલ ટીમે ૩૦ ટીમો બનાવી સમગ્ર જીલ્લામાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં રહેણાંક મકાન, કોમર્શીયલ અને ખેતીવાડી કનેક્શનમાં મળીને કુલ ૩૪૮ સ્થળોએ ૯૭.૧૩ લાખની વીજચોરી ઝડપાઈ હતી

મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા તા. ૧૬ થી તા ૨૧ સુધી છ દિવસ વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી જામનગર, ભુજ, અંજાર અને મોરબીની ૩૦ ટીમો બનાવી વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું મોરબી જીલ્લાના હળવદ, ચરાડવા, સરા, વાંકાનેર, માળિયા, ટંકારા અને મોરબી શહેરમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું

જેમાં રહેણાંકના ૨૯૨૬, કોમર્શીયલ ૩૦ અને ખેતીવાડીના ૩૦ મળીને કુલ ૨૯૬૬ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૩૪૮ વીજ કનેક્શનમાં વીજચોરી માલૂમ પડી હતી ૩૩૮ રહેણાંક, ૦૯ કોમર્શીયલ અને ૦૧ ખેતીવાડીના કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી અને કુલ ૯૭.૧૩ લાખની વીજચોરી પકડવામાં આવી હોવાનું પીજીવીસીએલ ટીમે જણાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat