મોરબીના રવાપર રોડ પાસેથી ૪ યુવાનોને ૩ શખ્સોએ લૂટ્યા

બનાવની મળતી વિગત મુજબ ગત તારીખ ૨૦ ના રાત્રીના સમયે જય ખોડીદાસ ઉભડીયા નામનો યુવાન પોતના મિત્રો હિરેન બપોદરીયા ,વિવેક સાણજા અને મયુર પટેલ સાથે રવાપર રોડ પર આવેલ નિર્મલ સ્કુલ નજીકના ગ્રાઉન્ડમાં બેઠો હતો ત્યારે ૩ શખ્સો બાઈક નમ્બર જી.જે.૩૨ ઈ ૬૯૧૫ પર આવી ને અને જય ના ગળા પર છરી રાખી અને તેના બીજા મિત્રોને ઢીકા પાટુનો માર મારી તેમની પાસે રેહલ ૪ મોબાઈલ કીમત રૂપિયા ૩૦ હજાર અને રોકડ રૂપિયા ૧૦ હજાર આમ કુલ મળીને રૂપિયા ૪૦ હજાર ની લુટ ચલાવી નાસી ગયા હતા જેમાં પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરુ કરી છે વધુમાં મળતી વિગત મુજબ ૪ યુવાનો મેળા જતા હોવાથી તેના મિત્રની રાહ જોતા હતા ત્યારે આ લુટારો આવીને તેને લુટી ગયા હતા સુત્રોમાંથી મળતી વિગત મુજબ આરોપી પોલીસના હાથવેતમાં છે

Comments
Loading...
WhatsApp chat