


હળવદના ગોકુળિયા ગામે રહેતા રણછોડભાઈ નાનજીભાઈ(ઉ.૨૦)પોતાની પત્ની અને માતા સાથે પોતાના મોટર સાઈકલ જીજે ૩ ૨૬૭૬ લઈને જતા હતા ત્યારે માળિયા હળવદ રોડ પર ખાખરેચી ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે બોલેરો કાર જીજે ૨૭ ટી ૮૦૨૬ પુર ઝડપે આવેતા ફરીના મોટર સાઈકલને હડફેટે લેતા રણછોડભાઈના પત્ની અને માતાને માથામાં ભાગે તથા શરીરે ઈજાઓ પહોચી હતી.આ બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.