મોરબીમાં શનાળા બાયપાસ નજીક જુગાર રમતા ૩ ઝડપાયા

મોરબીમાં શનાળા ગામ નજીક જુગાર રમતા ત્રણ શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા તો ત્રણમાંથી બે પીધેલી હાલતમાં હોવાથી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના શનાળા ગામ નજીક મુરલીધર હોટલ પાછળ આરોપી ભુપત નાગજીભાઇ વિકાણી, પપ્પી નાગજીભાઇ વિકાણી અને જગદીશ હેમાભાઇ પરમાર જુગાર રમતા પોલીસની નજરે ચડી જતા તેને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ રૂ,૫૧૫૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો તો આરોપી ભુપત અને પપ્પી દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે બંને સામે પ્રોહીબીશન હેઠળ પણ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે નો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Comments
Loading...
WhatsApp chat