વાંકાનેર અને માળીયામાં હથિયાર બંધીમાં જાહેરનામાનો ભંગ, 3 ઈસમો ઝડપાયા  

વાંકાનેર અને માળીયામાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે તાજેતરમાં 3 ઈસમો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં વાંકાનેરમાં આરોપી વીજયભાઇ અશોકભાઇ ચારલા ઢુવા ચોકડી પાસે પોતાના પેન્ટના નેફામાં એક ધારદાર છરી આશરે ૧૨ ઇંચની રાખી જેની કી.રૂ.૫૦/- સાથે મળી આવ્યો હતો. બીજા કિસ્સામાંવાંકાનેરમાં જીનપરા જકાતનાકા હાઈવે રોડ પાસે આરોપી જીગ્નેશભાઇ કિશોરભાઇ પલાણી પોતાની પાસે લાકડીનો ધોકો આશરે ત્રણ ફુટ દસ ઈંચ લંબાઇ વાળો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો.

ત્રીજા કિસ્સામાં માળીયામાં આરોપી અકબર સલેમાન સોતા નવી નવલખી પાસે પોતાના પેન્ટના નેફામાં સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર અણીદાર છરી સાથે મળી આવ્યો હતો. આ ત્રણેય કિસ્સામાં પોલીસે અનુક્રમે જી.પી.એકટ કલમ ૩૭(૧), ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat