

મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયા અને ડીડીઓ એસ.એમ. ખટાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ૨૭ બિનખેતી ફાઈલોને મંજુરી આપવામાં આવી હતી
મોરબી જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં રજુ થયેલા ૧૦ એજન્ડા ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી બે એજન્ડાઓ સહીત ૧૨ એજન્ડાઓ પૈકી જીલ્લા પંચાયત કચેરીમાં સીસીટીવી કેમેરા ખરીદ કરવાના એજન્ડાને પેન્ડીંગ રાખી બાકીના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી કારોબારી બેઠકમાં કુલ ૩૮ બિનખેતી ફાઈલો રજુ થઇ હતી જેમાંથી ૧૦ રહેણાંક હેતુ, ૦૪ વાણીજ્ય હેતુ અને ૧૩ ઉદ્યોગ મળીને કુલ ૨૭ બિનખેતી ફાઈલો મંજુર કરીને ૬૬ એકર બિનખેતી કરવામાં આવી છે જયારે એનઓસી મોડા આવ્યા હોય કે અન્ય સહિતની ૧૧ બિનખેતી ફાઈલો પેન્ડીંગ રાખવામાં આવી છે
કારોબારી અધ્યક્ષ કિશોરભાઈના અધ્યક્ષસ્થાનેથી રજુ થયેલા એજન્ડામાં ઉદ્યોગ એનઓસી ના લેવા અને બિનજરૂરી સમય કે શક્તિનો વેડફાટ ના કરવા અને જે બિનખેતી અરજી પ્રમાણિક ઉદ્યોગની અરજી હશે તેણે સ્વીકારવામાં આવશે તે બંને એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તો વાંકાનેરથી જીલ્લા પંચાયતના સદસ્ય હરદેવસિંહ જાડેજાએ વાંકાનેરમાં પશુ દવાખાનાનું રીનોવેશન ઝડપથી થાય તેવી માંગ કરી હતી અને જીલ્લા પંચાયતનું નવું બિલ્ડીંગ આકાર લઇ રહ્યું છે તે કામ ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ કરી હતી