



મોરબી શહેરમાં દિવાળીના તહેવારો નિમિતે ફટાકડાના વેચાણ માટે મંજુરી વિના આડેધડ જાહેર માર્ગો પર સ્ટોલ ખડકી દેવામાં આવતા હોય છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસરની ટીમે સર્વે કરીને આવા ૨૭ સ્ટોલની યાદી પોલીસ મથકોને સોપીને કાર્યવાહી કરવા જણાવ્યું છે
મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ સીટી એ ડીવીઝન પોલીસ અને બી ડીવીઝન પોલીસને મંજુરી વિના ફટાકડા સ્ટોલની યાદી સોપી છે જેમાં સામાકાંઠા વિસ્તારમાં જીતુભાઈ ફટાકડા, ભાવેશ દિનેશભાઈ ફટાકડા, કુલદીપસિંહ જાડેજા ફટાકડા, ચામુંડા ફટાકડા અને રાજેશ ફટાકડા સ્ટોલની યાદી આપવામાં આવી છે
તે ઉપરાંત રવાપર રોડ પરના બીપીનભાઈ પંડિત, મામા ફટાકડા, બહુચર ફટાકડા, તેમજ અવની ચોકડી નજીક પાટીદાર ફટાકડા, કેનાલ રોડ પરના હરી ફટાકડા, અવની ચોકડી પાસેના શ્યામ ડીલક્ષ ફટાકડા, શનાળા રોડ પર હરી કૃષ્ણ ફટાકડા, પટેલ ફટાકડા, ઉમિયા ફટાકડા, જોકર ફટાકડા અને મોમાઈ ફટાકડા તેમજ પંચાસર રોડ પર ટીપટોપ ફટાકડા, ક્રિષ્ના ફટાકડા, ક્રિષ્ના ફટાકડા, બાલાજી ફટાકડા રાકેશભાઈ ફટાકડા, મહમદ ફટાકડા તે ઉપરાંત વાવડી રોડ પર મોમાઈ ફટાકડા, ભાર્ગવ જયેશભાઈ ફટાકડા, સિદ્ધરાજસિંહ જાડેજા ફટાકડા, નરેશ મણીલાલ ફટાકડા અને સ્ટેશન રોડ પર ભૂદેવ ફટાકડાની યાદી સોપવામાં આવી છે
જે તમામ ફટાકડા સ્ટોલ મંજુરી વગર ઉભા કરવામાં આવ્યા છે જેથી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું છે



