


હળવદ એપીએમસી ની ચૂંટણી આગામી તારીખ 27જુન એ યોજાવા ની છે ત્યારે 14 જુન ગુરૂવારે એપીએમસી ખાતે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી ના અધ્યક્ષ સ્થાને ફોમ ભરાયા હતા, ભાજપ પ્રેરિત અને કોંગ્રેસ પ્રેરીત ખેડુત પેનલ માં 8 બેઠક માટે કુલ 21ફોમ ભર્યા હતા જયારે વેપારી પેનલ માં 4 બેઠક માટે 5 ફોમ ભરાયા કુલ 26 ફોમ ભરાયા છે આજદિન સુધી હળવદ માકેટીંગ યાડૅ માં ભાજપ પ્રેરિત દબદબો રહયો છે
ત્યારે વખતે ભાજપ પ્રેરિત પેનલ અને કોંગ્રેસ પ્રેરીત પેનલ આમને સામને કબ્જો મેળવા એડી ચોટી નુ જોર લગાવ્યું છે તાલુકામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ફોમ ભરાયા ત્યારે રાજકીય આગેવાનો જયિતંભાઈ કવાડીયા, રણછોડભાઈ પટેલ, અજયભાઈ રાવલ, વિજયભાઈ જાની, ધન્શયામભાઈ ગોહિલ, રજનીભાઈ સંધાણી, વલ્લભભાઈ પટેલ,રણછોડભાઈ દલવાડી, જયારે કોગેસ પક્ષે ડો કે એમ રાણા હેમાંગ રાવલ, શૈલેસભાઈ દવે વાસુભાઈ પટેલ ધમેન્દભાઇ પટેલ સહિત ના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસ જોવાનુ કે મતદારો ને રીઝવવા બંને પાટી એડી ચોટી જોર લગાવસે 850 મતદારો એપીએમસી ભાવી નક્કી કરસે

