મોરબી જીલ્લાના ૨૪૫ તલાટી કમ મંત્રી અચોક્કસ મુદતની હડતાલ પર

પડતર માંગણીઓને લઈને લડી લેવાનો નિર્ધાર

સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓ વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે જેમાં વિવિધ વિરોધના કાર્યક્રમો બાદ પણ સરકારે માંગણીઓ ના સંતોષતા રાજ્યના તલાટી મંડળની બેઠકમાં કરેલ ઠરાવ મુજબ આજથી રાજ્યના તલાટી મંત્રીઓ હડતાલ પર ઉતર્યા છે જેમાં મોરબી જીલ્લાના તમામ ૨૪૫ તલાટીમંત્રીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે

મોરબી જીલ્લાના ૨૪૫ તલાટી કમ મંત્રી આજે તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલમાં એકત્ર થયા હતા અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે જેને પગલે જીલ્લાની ૩૬૫ ગ્રામ પંચાયતમાં કામકાજ ઠપ્પ થશે અને માંગ ના સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે મોરબી જીલ્લા તલાટી મંડળના પ્રમુખ ભરતભાઈ વ્યાસે જણાવ્યું છે કે રાજ્યના મંડળ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર તેઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને રાજ્યના મંડળ દ્વારા મળતી સૂચનાઓ મુજબ કાર્યક્રમો આપવામાં આવશે આને પડતર માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat