મોરબી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ૨૩ વિદ્યાર્થીઓ નેપાળમાં યોજાનાર ટુર્નામેન્ટમાં ભાગ લેશે
૨૩ છાત્રો સ્પીડબોલ ટુર્નામેન્ટમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ



મોરબી શહેરની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ૨૩ વિદ્યાર્થીઓ જેમાં ૧૯ વિદ્યાર્થીઓ તથા ૪ વિદ્યાર્થીનીઓ ઇન્ટરનેશનલ સ્પીડબોલ ટ્રાન્ગ્યુંલર ટુર્નામેન્ટમાં નેપાળ તા. ૨૮-૨૯ ના રોજ ભાગ લેવા જઈ રહ્યા છે ત્યારે વિનય સ્કૂલના સંચાલકો અને સ્ટાફ પરિવારે તમામ સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી છે
વિદ્યાર્થીઓની ટીમની સાથે સાઉથ એશિયન સ્પીડબોલ રેફરી સેમીનારમાં સ્પીડબોલ એસોના ગુજરાતના સેક્રેટરી મનીષભાઈ અગ્રાવત, સૌરાષ્ટ્ર કચ્છના પ્રેસિડેન્ટ સમીરભાઈ આચાર્ય, સૌરાષ્ટ્ર કચ્છના સેક્રેટરી ફૂલકુમાર ચૌરપગાર અને મોરબી પ્રેસિડેન્ટ પરેશભાઈ ઢાંકની ભારત તરફથી પસંદગી કરવામાં આવી છે અને સમગ્ર ટીમ ખેલાડીઓની ટીમ સાથે ટુર્નામેન્ટમાં સાથે રહીને માર્ગદર્શન પૂરું પાડશે ત્યારે મોરબીના ખેલાડીઓની ટીમ નેપાળની ટ્રાન્યુગ્લર ટુર્નામેન્ટમાં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કરશે