મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૨૨ ઇસમો ઝડપાયા, એકની શોધ શરુ

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૨૨ ઇસમો ઝડપાયા છે.જયારે એક આરોપીને ઝડપવા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

મોરબીમાં એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીને આધારે મોરબી બાયપાસ ભકિત નગર સર્કલ, લાયન્સ નગર શેરી નંબર-૧ દશામાની વાળી શેરીમાં આરોપી દિનેશ મંગાભાઇ શીયાળની ઓરડીમાં દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૨૦૦ની કિમતનો ૧૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે આરોપી દિનેશ સ્થાપ સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોરબીમાં આરોપી મનીષભાઇ વશરામભાઇ ભડાણીયા લીલાપર રોડ સ્મશાન સામે રૂપિયા ૪૦ની કિમતના ૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી મોસીનભાઇ મહેબુબભાઇ જુણેજા લીલાપર રોડ ઇન્ડિયા ટાઇલ્સના કારખાના સામે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી બુટેશભાઈ બાબુભાઈ રાણેવાડીયા લીલાપર રોડ પાણીના ટાંકા પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી રવિન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા લાઈન્સનગર રામાપીરના મંદીર પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી રજીયાબેન જુસબભાઇ કટીયા લાતી પ્લોટ શેરી નં.૨માં રૂપિયા ૧૮૦ની કિમતના ૯ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી રઘુભા નવુભા ઝાલા શકત શનાળા ગામથી ઘુનડા તરફ જતા રોડ ઉપર રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી કાન્તાબેન રમેશભાઇ કડેવાર શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં.-૩ ના ખુણા પાસે રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી હિતેષભાઇ ઉમીયાશંકરભાઇ દવે પરસોતમ ચોક સતવારા બોર્ડીગ પાછળ રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

મોરબીમાં આરોપી કુવરબેન ધીરૂભાઇ મગનભાઇ ત્રાજપર ઓરીએન્ટલ બેન્કવાળી શેરીમા રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.મોરબીમાં આરોપી મંજુબેન દિનેશભાઇ સનુરા ત્રાજપર ઓરીએન્ટલ બેન્ક વાળી શેરીમાં રૂપિયા ૮૦ની કિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

મોરબીમાં આરોપી અક્ષયભાઇ બાબુભાઇ અગેચણીયા વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી મંજુબેન નવઘણભાઈ કુંવરીયા મોરબી-૨,ત્રાજપર,શંકર વારી શેરીમાં રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

મોરબીમાં આરોપી ઇસ્લામુદ્દીન અબ્બાસભાઇ જામ ઘુંટુ ગામની સીમ, લગધીરપુર રોડ, સિલ્કટચ સિરામીક પાસે રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી એહમદ આલમશા સૈયદ ઘુટુ ગામની સીમ વોગા સીરામીકના કારખાનાની પાછળ આવેલ બાવળની કાટમા રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.મોરબીમાં આરોપી અશ્વિનભાઇ કરમશીભાઇ ઉઘરેજા રંગપર ગામની સીમ એલ્વીસ સીરામીક પાસે બાવળની ઝાડી પાસે રૂપિયા ૨૪૦ની કિમતના ૧૨ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

ટંકારામાં આરોપી કલુભાઇ વાઘુભાઇ જખાણીયા છત્તર જી.આર.ડી.સી.ના નાકા પાસે રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.ટંકારામાં આરોપી નીતીનભાઈ કરશનભાઈ સોલંકી ઉગમણા નાકે રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

ટંકારામાં આરોપી પુરીબેન સામતભાઇ જખાણીયા વિરપરગામે મોરબી-રાજકોટ રોડ એલ.પી.જી. પંપ પાસે રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.ટંકારામાં આરોપી દુધીબેન લધુભાઇ જખાણીયા ઓટાળા ગામે રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.

માળીયામાં આરોપી રમજાનભાઇ મુરાદભાઇ કટીયા વિરવિદરકા ગામના પાટીયા પાસે રૂપિયા ૧૬૦ની કિમતના ૮ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.માળીયામાં આરોપી મનસુખભાઇ ઘોઘજીભાઇ સુરેલા દેવગઢ ગામની સીમ;જલારામ સોલ્ટની સામે દેવગઢ ગામ થી માળીયા તરફ જતા રસ્તા ઉપર રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. હળવદમાં આરોપી વિજયભાઇ રમેશભાઇ સરાવાડીયા ખેતરડી ગામની સીમમાં રૂપિયા ૧૮૦ની કિમતના ૯ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat