

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી જીલ્લામાં સિરામિક ફેકટરીઓ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ પ્રવૃત્તિ પુરજોશમાં ચાલી રહી છે જેમાં વધુ એક ફેક્ટરી દ્વારા ૨૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું
મોરબીની સિરામિક ફેકટરીઓ સામાજિક જવાબદારી અંગે જાગૃત હોય ચોમાસાની ઋતુમાં વિવિધ ફેક્ટરી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે માટેલ નજીકની ક્રેવિટા ગ્રેનાઈટો ફેક્ટરી દ્વારા ૨૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વરસાદી માહોલને પગલે છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ અભિયાનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે વૃક્ષારોપણ પ્રવૃતિમાં ફેકટરીના માલિક પરેશ દેત્રોજા, અરુણ વિડજા, હરેશ બોપલીયા, નિશીથ વિડજા, રવિભાઈ અને વિશાલ શેરશીયા સહિતના અગ્રણીઓ હોશભેર જોડાયા હતા અને પર્યાવરણ જતન માટે સંદેશ આપ્યો હતો



