


બનાવની મળતી વિગત મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલા ફેમ સિરામિક ફેકટરીમાં કામ કરતા કુમાંરસીગ બગડિયા ( ઉ.વ.૩૨ ) મૂળ એમ.પી.નો અને સુરેશ કલાડિયા (ઉ.વ.૨૨ ) મૂળ દાહોદ અને હાલ બને મોરબી માં રેહતા સાંજના સમયે કિલન મશીન પર કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બને બેભાન થઇ ગયા હતા બીજા મજુરોને જાણ થતા તુરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટેની તજવીજ હાથ ધરી હતી પણ બનને સારવાર મળે તે પેહલાજ મોત નીજ્પ્યું હતું બને મજૂરનો મોત કેવી રીતે થયા તે અગે સતાવાર કઈ જાણવા મળ્યું નથી પણ મળતી વિગતો મુજબ બને મજુરોને કાતો તાપ અથવા ગેસ ગળતર ને લીધે મોત થયું છે પણ સાચું કારણ તો પી.એમ. આવે બાદ જ કહી શકાય

