મોરબીમાં કાર ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા ૨ને ઈજા

મોરબીના રવાપર રોડ પર રહેતા રમેશભાઈ મોરભાઈ રાવળદેવ (ઉ.૪૭) રાત્રીના પોતાનું મોટર સાઈકલ જીજે ૩ ડીડી ૬૦૧ લઈને જતા હતા ત્યારે રવાપર રોડ પર નરસંગ ટેકરી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક સફેદ કલરની i10 જીજે ૬ ૮૨૯૯ના ચાલકે પોતાની કાર ફૂલ ઝડપે ચલાવીને રમેશભાઈના મોટર સાઈકલ સાથે ભટકાડીને ફરીને ડાબા પગના ભાગે તથા છાતીના ભાગે તથા સાહેદ પ્રભાબેનને ઈજા પહોચી નાશી છુટ્યો હતો.આ મામલે રમેશભાઈએ કાર ચાલક વિરુદ્ધ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મોરબી એ.ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat