Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લાના ૨.૫૮ લાખ બાળકોના આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો શુભારંભ

શાળા આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ ૪૫ દિવસ ચાલશે

સરકાર દ્વારા દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે જે કાર્યક્રમનો આજે મોરબીની માધાપર પ્રાથમિક શાળામાંથી શુભારંભ કરવામાં આવ્યો હતો

મોરબીની માધાપર પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય ચકાસણી સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, આઈસીડીએસ અધિકારી ઈરાબેન ચૌહાણ, અને આરોગ્ય ટીમના ડો. કેતન વારેવારીયા, વી એલ કલોરીયા તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યક્રમ વિવિધ તબક્કામાં ૪૫ દિવસ સુધી ચાલશે અને મોરબી જીલ્લાના કુલ ૨,૫૮,૦૦૦ બાળકોને આવરી લેવામાં આવશે

જીલ્લાની તમામ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ખાનગી શાળા ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે તો શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ સાથે શાળામાં સફાઈ અભિયાન, વૃક્ષારોપણ કરવામાં આવશે તો ગંભીર બીમારી ધરાવતા બાળકોને વધુ સારવારની સેવા પૂરી પાડવામાં આવશે
પપેટ શોના માધ્યમથી જાગૃતિનો પ્રયાસ

આજે શાળા આરોગ્ય ચકાસણી સમારોહના પ્રારંભે શાળામાં પપેટ શો બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો પપેટ શોના માધ્યમથી વાલીઓને આરોગ્ય ચકાસણી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું અને તમામ બાળકો આ યોજનાનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat